દ્વારકામાં રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લગ્નોત્સવ અને યુવાનોનો સન્માન સમારોહ યોજાશે

દ્વારકા : દ્વારકાના રઘુવંશી સોશ્યલ ગ્રુપ અને જલારામ મંદિર દ્વારા 300 તથા 301માં લગ્નોત્સવ ઉજવવા અને ઉચ્ચ ડિગ્રી મેળવનાર યુવાનોના સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકાના રઘુવંશી સોશ્યલ ગ્રૂપ દ્વારા માતૃશ્રી વીરબાઈ આદર્શ લગ્નોત્સવ સેવાકાર્ય અવિરત ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં 299 યુગલોના લગ્ન પ્રસંગો સંપન્ન થયેલ છે. અને આગામી તારીખ 21/05/2022 ને શનિવારના રોજ 300 તથા 301 લગ્ન થવા જઈ રહ્યા છે. જેમાં કલ્યાણપુરના કન્યા કિંજલબેન સામાણી અને સુરાજકરાડીના નીરવભાઈ દામાણી તેમજ સુરાજકરાડીના કન્યા હેતલબેન કોટેચા સાથે સુરાજકરાડીના વરરાજા રાજુભાઈ વિઠલાણી લગ્નગ્રંથીથી જોડાશે.

આ સાથે દ્વારકાના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓએ ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરેલ છે, તેવા ડોક્ટર, સી.એ., એન્જિનિયરિંગ પાસ થયેલાઓનું સન્માન પણ સાથે રાખેલ છે. આ સમગ્ર પ્રસંગનું આયોજન જલારામ મંદિરના સામેના હોલ તથા જલિયાણ અતિથિગૃહમાં રાખેલ છે. બંને લગ્નમાં મુખ્ય યજમાન જલારામ બાપા તથા વિરબાઇ માં રહેશે. લગ્ન સમય સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન, સન્માન સમારંભ 12:30 થી 1 વાગ્યા સુધી અને પ્રભુ પ્રસાદી બપોરે 1 વાગ્યે રાખેલ છે.