ઓખા-ડાલડા બંદરમાં રસ્તાનો વિવાદ પૂર્વ ધારાસભ્યની દરમિયાનગીરીથી ઉકેલાયો

ડાલડાની વચ્ચોવચ્ચથી રસ્તો કાઢી આપવાનો નિર્ણય લેવાયો

દ્વારકા : દ્વારકા જિલ્લાના ઓખા-ડાલડા બંદરમાં રસ્તાનો વિવાદ પૂર્વ ધારાસભ્યની દરમિયાનગીરીથી ઉકેલવામાં આવ્યો છે. જેમાં વેપારીઓ સાથે મળીને એવો નિર્ણય લેવા આવ્યો છે કે ડાલડાની વચ્ચોવચ્ચથી રસ્તો કાઢી આપવામાં આવશે.

ઓખા-ડાલડા બંદરમાં રસ્તાના વિવાદનો ઓખાના વેપારીઓ તથા પૂર્વ ધારાસભ્યની હાજરીમાં સમાધાન લાવેલ છે. સર્વે વેપારીઓની સંમતિથી કાર્બનની પાછલી સાઈટમાંથી રસ્તો બનાવી દેવામાં આવશે, તેવી નેશનલ હાઇવેના ઓફિસર આર. જે. મોરી એ ખાતરી આપેલ સાથે સાથે સિગ્નેચર બ્રિજના કોન્ટ્રાકટર તથા સાથે-સાથે વેપારીઓએ મળીને તેનો નિર્ણય લીધેલ છે કે ઓછું નુકસાન થાય એટલે ડાલડાની વચ્ચોવચ્ચથી રસ્તો કાઢી આપશે.

માછીમારો, વેપારીઓ કોઈનું નુકસાન ન થાય તેવી લાગણીથી પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા નેશનલ હાઇવે આર. જે. મોરીને રજૂઆત કરેલ કે ઓખા-ડાલડા બંદર એક તો કોરોના મહામારીમાં મુસીબતોનો સામનો કરી રહ્યું છે. ત્યારે વેપારીઓને કોઈ મુસીબત આવી ન પડે તેનું ધ્યાન દોરી કોન્ટ્રાકટર સાથે તથા ડાલડાના વેપારીઓ, અગ્રણીઓ હાજી સીદીક, નારિયા મનોજ, મોરી મોહન, બારાય હાજી, અબ્બાસ સોઢા, ફકીરા સિરાજી, KMB રફીક, મક્કી મરીન સાથે સાથે વેપારીઓ વિમલ પોપટભાઇ, પ્રકાશ બારાય તથા અન્ય દુકાનદારો પણ મળીને એવો સંતોષકારક નિર્ણય લીધેલ છે કે ડાલડાની વચ્ચેથી GFCC પંપની પાછળથી રસ્તો કાઢી આપવામાં આવશે.