ઓખામાં છરી સાથે જુનાગઢનો યુવાન ઝડપાયો

જામ ખંભાળિયા : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મૂળ રહેવાસી અને હાલ ઓખામાં રહેતા કિશોર બાબુભાઈ સોલંકી નામના 27 વર્ષના શખ્સને ઓખા મરીન પોલીસે નવી બજાર વિસ્તારમાંથી ગત સાંજે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.