નવાગામ તથા કેશોદમાંથી રૂ. 5.87 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી દ્વારકા એલ.સી.બી.

બે ઇસમોની અટકાયત કરાઈ : બે શખ્સોની શોધખોળ ચાલુ

દ્વારકા : દેવભુમી દ્વારકા એલ.સી.બી. દ્વારા ભાણવડ તાલુકાના નવાગામ તથા ખંભાળીયા તાલુકાના કેશોદ ગામેથી ઇંગ્લીસ દારૂની કુલ 1208 બોટલો (કિ.રૂ. 5,87,810) ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ બે શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે.

દેવભુમી દ્વારકા એલ.સી.બી. સ્ટાફ ખંભાળીયા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા. પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને હકીકત મળેલ કે દિલિપસંગ મહોબ્બતસંગ કેર ગે.કા ઇગ્લીશ દારૂના જથ્થો વેચાણ અર્થે મંગાવી કેશોદ ગામના તેના વાડીએ આવેલ રેહણાક મકાનમાં ગે.કા. ઇંગ્લીસ દારૂનો જથ્થો સંતાડી રાખી હેરફેર કરવાની પેરવીમાં છે.

તેવી હકીકત આધારે રેઇડ કરી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 464 બોટલો (કી.રૂ. 2,90,210) ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા આ જથ્થો યુનુશ રાવકરડા પ્રફુલ પટેલના કહેવા મુજબ આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું.

આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફે યુનુસભાઇ સુલેમાન રાવકરડાને શોધી કાઢી તેઓની પુછપરછ કરેલ હતી. અને તેને સાથે રાખી ભાણવડ તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં આવેલ ભરતભાઇ વાઘેલાના ફાર્મ હાઉસે રેઇડ કરી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની 744 બોટલો (કી.રૂ. 2,97,600)ના જથ્થા સાથે યુનુસભાઇ રાવકરડાને પકડી પાડ્યો હતો.

દેવભુમી દ્વારકા એલ.સી.બી.એ ચારેય આરોપીઓ સામે ખંભાળીયા પોલીસ સ્ટેશન અને ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ આ કેસમાં પોલીસે આરોપીઓ દિલિપસંગ અને યુનુસભાઇની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ પ્રફુલભાઇ અને ભરતભાઇને પકડવા તજવીજ હાથ ધરી છે.