દ્વારકામાં લક્ષ્મીનારાયણ યજ્ઞ યોજી પુત્રે પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરી

આંધ્રપ્રદેશના આચાર્ય બ્રાહ્મણ પરિવારે સદગતને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પી

દ્વારકા : આંધ્રપ્રદેશના આચાર્ય બ્રાહ્મણ પરિવાર દ્વારા દ્વારકામાં લક્ષ્મીનારાયણ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. દેશભરમાં 11 યજ્ઞો કરવાની સદગત પિતાની અધૂરી ઈચ્છાને પૂર્ણ કરવા પુત્રે દેવભૂમિ દ્વારકામાં લક્ષ્મીનારાયણ યજ્ઞ કરી પિતાને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આંધ્રપ્રદેશથી તીર્થનગરી દ્વારકામાં આવેલ આચાર્ય બ્રાહ્મણ પરિવાર દ્વારા દ્વારકામાં સન્યાસ આશ્રમ ખાતે વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે 17 દિવસની દિવ્ય તીર્થયાત્રા અને લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા પુત્રે દ્વારકામાં લક્ષ્મીનારાયણ યજ્ઞ યોજ્યો હતો. આ આયોજનમાં ગૌમાતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તેમજ આ યજ્ઞમાં બહોળી સંખ્યામાં લોકો ભક્તિભાવ સાથે જોડાયા હતા.

આમ, સમગ્ર ભારતમાં 11 યજ્ઞો કરવાની પિતાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોવાથી પુત્રે વિવિધ ધાર્મિક સ્થાનો પર મહાલક્ષ્મી યજ્ઞ કરી પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરી હતી. અને પિતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.