દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય‍ તથા જિલ્‍લા પંચાયત પ્રમુખ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનો ત્વરિત અને સંતોષકારક નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સંકલન સહ ફરિયાદ સમિતિના મુદાઓ- લોકો તરફથી મળેલી અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલી અરજીઓ, પેન્શન કેસ, અવેઇટ કેસ, સરકારી લ્હેણાની વસુલાત વિગેરેના પ્રશ્નોનું નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. આ અંગે ચર્ચા-વિચારણા કરી, પડતર પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ડી.આર.ડી.એ.ના નિયામક ભાવેશ ખેર, જિલ્‍લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતીના ચેરમેન સંજયભાઈ નકુમ, સહિત સંકલન સમિતિના અધિકારીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.