દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં માર્ગ સલામતી સંદર્ભે રસ ધરાવતી અને લાયક સંસ્‍થાઓ જોગ યાદી

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં માર્ગ સલામતી સંબંધિત કામગીરીમાં રસ ધરાવતી અને લાયક સંસ્‍થાઓને એક યાદીમાં જણાવાયા મુજબ જિલ્‍લામાં માર્ગ સલામતી ક્ષેત્રમાં સાધારણ કામગીરી માટે નાણાંકીય સહાય અને સલામતીના ક્ષેત્રમાં કરવામાં આવેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે પુરસ્‍કૃત કરવા માટે સરકાર તરફથી “Scheme of Financial Assistance for administering Road Safety Advocacy and awards for the Outstanding work done in the field of Road Safety” નામની યોજના શરૂ કરવામાં આવી છે. જે માટે માર્ગ સલામતી સંબંધિત રસ ધરાવતી અને લાયક સંસ્‍થાઓ તેમની દરખાસ્‍તો ઓનલાઇન વેબસાઇટ http://morth- roadsafety.nic.in માં ઓનલાઇન દરખાસ્‍ત તા. 31 મે સુધી કરવા તેમજ આ યોજના બાબતે વધુ માહિતી માટે ભારત સરકારના ‘‘માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના મંત્રાલય’’નો સંપર્ક કરવાનો રહેશે. સંપર્ક માટે 011-233-21738 અને ઇ-મેઇલ [email protected] સંપર્ક કરવાનો રહેશે. સરકારની આ યોજનામાં જોડાવવા માર્ગ સલામતી સંબંધિત રસ ધરાવતી અને લાયક સંસ્‍થાઓને ખંભાળિયા એ.આર.ટી.ઓ.ની એક યાદીમાં જણાવાયું છે.