ખંભાળિયામાં લોન એજન્ટ તરીકે ખોટી ઓળખ આપી અંદાજે 14 લાખ રૂ.ની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લોન એજન્ટ તરીકે ઓળખ આપી મોબાઇલ લોન એપ્લિકેશન દ્વારા લોન મેળવી 25 જેટલા લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે 14 લાખથી વધુ રકમની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો હતો.

દ્વારકા એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયામાથી બાતમીના આધારે વોચ ગોઠવી મહાવીરસિંહ સોલંકી રાજકોટ વાળાને ઝડપી લીધો હતો. આ મહાવીરસિંહ મોબાઇલ ફોનમાં લોન એપ્લિકેશન દ્વારા દ્વારકા તાલુકામાં રહેતા 3 જેટલા લોકોને ત્વરિત લોન અપાવી ચાલાકીથી લોનના રૂપિયા પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતો હતો. આ રીતે આરોપી એ લગભગ 25 જેટલા લોકો પાસેથી 14 લાખ 25 હજાર 500 રૂપિયા જેટલી ઠગાઈ કરી હોવાની સામે આવ્યું છે. હાલ LCB પોલીસે તેમને દ્વારકા તાલુકામાં થયેલ 3 વ્યક્તિઓ સાથેની ઠગાઈ બાબતે દ્વારકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી