દ્વારકા જિલ્લાના આંતરદેશીય તથા પ્રાદેશીક જળ વિસ્તારમાં યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ

તા. ૦૧/૦૬થી તા.૩૧/૦૭ સુધી મનાઈ ફરમાવાઈ

દ્વારકા : દ્વારકા જિલ્લાના આંતરદેશીય તથા દરિયા કાંઠાના પ્રાદેશીક જળ વિસ્તારમાં તા. ૦૧/૦૬થી તા.૩૧/૦૭ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આધારીત હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર (Indian Exclusive Economic Zone) માં તા.૦૧/૦૬/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. જે ધ્યાને લઈ દેવભૂમી દ્વારકા જિલ્લાના આંતરદેશીય તથા દરિયા કાંઠાના પ્રાદેશીક જળ વિસ્તારમાં તા.૦૧/૦૬/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. જિલ્લામાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફ્ટ (લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને સઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.

આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ ની કલમ ૬/૧(ટ) ના ભંગ બદલ કલમ–૨૧/૧(૨) મુજબ દંડને પાત્ર થશે. જેની નોંધ લેવા દેવભૂમી દ્વારકા જિલ્લાના વિવિધ મત્સ્ય કેન્દ્રો ખાતેના તમામ માછીમાર બોટ માલિકો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ એસોશીએશનના હોદેદારોને મત્સ્યોદ્યોગ અધિક્ષક, ઓખાની યાદીમાં જણાવાયું છે.