જામરાવલ સરકારી હોસ્પિટલમાં નવા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરતા કેબિનેટ કૃષિમંત્રી

દ્વારકા : જામરાવલ સરકારી હોસ્પિટલમાં 35 બેડ સાથે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યું છે.જેનું લોકાર્પણ કેબિનેટ કૃષિમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે સરકારી chc હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જામરાવલમાં કોરોના મહામારીના સમયમાં બહુ કપરી સ્થિતિ હતી અને ઓક્સિજનની અછત સર્જાઇ હતી.

તેથી ટાટા કેમિકલ્સ દ્વારા રાવલ ખાતે જામરાવલ સરકારી હોસ્પિટલ chc ખાતે 200 લીટર પર હવર મોટી ક્ષમતાવાળો 35 બેડ સાથે ઓક્સિજન પ્લાન્ટ બેસાડવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રિબન કાપી શ્રીફળ વધારી આ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નામ કલેકટર મુકેશભાઈ પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડીજે જાડેજા અને ટાટા કેમિકલ્સના એન કાંમંથ ખાસ હાજર રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.તથા વીનુંભાઈ ગોકાણી અને પ્રવીણભાઇ લાખાણીએ કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું.રાવલનગરપાલિકાના,પ્રમુખ,તથા સભ્યો,હોદેદારો,ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અને આ ટાટા કેમકલ્સની લોકસેવાના કાર્યને રાવલ ગ્રામજનોએ આ કામને બિરદાવ્યું હતું.રાવલ,કલ્યાણપુર પોલીસ ,જીઆરડી સ્ટાફ પણ સુરક્ષા બનદોબસ્ટમાં ખડેપગે પગે હાજર રહયા હતા.