ખંભાળિયા સહીત જિલ્લામાં કેફી પીણું પીધેલી હાલતમાં ત્રણ શખ્સો ઝડપાયા

જામ ખંભાળીયા : ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળેલા અત્રે પઠાણ પાડા વિસ્તારમાં રહેતા પ્રવિણ રાજાભાઈ ઠુંગા નામના 34 વર્ષના યુવાનને પોલીસે ઝડપી લીધો હતો.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા દેવાણંદ માલદે વાઘેલા નામના 38 વર્ષના યુવાનને પોલીસે ભાટિયાના રેલવે સ્ટેશન રોડ ઉપરથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.

દ્વારકાના ગોવાળીયા ધામ પાછળના વિસ્તારમાંથી રૂપિયા 15,000ની કિંમત સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળેલો બરડીયા ગામનો મનોજ જેઠાભાઈ બઠીયા નામનો 19 વર્ષિય યુવાન કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું પોલીસના ઘ્યાને આવતાં પોલીસે તેની અટકાયત કરી, એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.