દ્વારકામાં બુધવારે આરટીઓ કેમ્‍પ યોજાશે

જામ ખંભાળિયા : ખંભાળિયાની સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીના મોટર વાહન નિરક્ષક દ્વારા દર મહિને તાલુકા મથકે કેમ્‍પ રાખવામાં આવતા હોય છે. આગામી બુધવાર તા. 1ના રોજ દ્વારકાના સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે કેમ્‍પ યોજાશે. આ સમયગાળા દરમ્‍યાન જાહેર રજા, કુદરતી આપતિ કે ચુંટણીને લગત કામગીરી આવશે તો આ કેમ્‍પ રદ કરવામાં આવશે તેમ જિલ્લા એ.આર.ટી.ઓ.ની યાદીમાં જણાવાયું છે.