કેન્દ્ર સરકારને વાર્ષિક રૂ.એક લાખ કરોડની નુકશાની છતાં જનતા માટે ઇંધણના ભાવમાં ઘટાડો કરતા ભાજપ આગેવાનો દ્વારા આવકાર

જામ ખંભાળિયા : કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રના વિવિધ કરવેરામાં ઘટાડો કરી અને પેટ્રોલ, ડીઝલ તથા રાંધણ ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં રૂપિયા દસ સુધીના તથા રાંધણ ગેસમાં રૂપિયા 200 સુધીના ભાવનો ઘટાડો કરવામાં આવતા આ નિર્ણયને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર દેશની જનતાએ આવકારી વધાવ્યો છે.

કેન્દ્ર સરકારની તિજોરીને વાર્ષિક રૂપિયા એક લાખ કરોડની સંભવિત નુકસાનની છતાં પણ દેશની જનતાને રાહત બની રહે તે માટે ઇંધણના ભાવમાં કરવામાં આવેલા ઘટાડાને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, મહામંત્રી મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, ઉપ પ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, સલાયા ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા, વિગેરેએ આવકારી જાહેર જનતા વતી આભારની લાગણી વ્યક્ત કરી છે. કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત આમ જનતાને આ ભાવમાં ઘટાડાથી મોટી રાહત થઇ હોવાનો સૂર સાંભળવા મળી રહ્યો છે.