ખંભાળિયામાં કલબફુટ ક્લિનિક જન્‍મજાત ખોડ-ખાંપણ ધરાવતા બાળકોની મદદે

ખોડ-ખાંપણવાળા નવજાત શિશુથી 18 વર્ષ સુધીના બાળકોને હાથ-પગનું વિનામૂલ્યે દાન

જામ ખંભાળિયા : તાજા જન્‍મેલા બાળકો પૈકી કેટલાક બાળકોમાં જન્મજાત ખોડ-ખાંપણ જોવા મળે છે. જેમાં બાળકોમાં વાંકા-ચુંકા પગવાળા બાળકો જન્‍મે છે. આવા બાળકોની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થય કાર્યક્રમ અંતર્ગત મીરેકલ ફીટ ઈન્ડિયાના સંકલનથી તાજેતરમાં ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકાની જિલ્‍લાકક્ષાની સિવિલ હોસ્પિટલ ખાતે કલબફુટ કલીનીક કાર્યરત કરવામાં આવી છે. આ કલબફુટ કલીનીકમાં નવજાત શિશુથી 18 વર્ષ સુધીના જન્‍મજાત વાંકા-ચુકા પગવાળા બાળકોનો ઉપચાર કૃત્રિમ હાથ-પગ અને અન્‍ય કૃત્રિમ વસ્‍તુઓ વિનામુલ્‍યે આપવામાં આવે છે.

આ કલીનીકમાં અઠવાડીયાના દર બુધવારે સાંજે 4 થી 5 વાગ્યા સુધી બાળકોને પરિક્ષણ, ઉપચાર, અને સારવાર આપવામાં આવે છે. આ યોજનામાં દેવભૂમિ દ્વારકાના જન્‍મજાત વાંકા-ચુંકા પગવાળા બાળકોને વધુમાં વધુ લાભ લઇ બાળકોને આ ખામીમાંથી મહદઅંશે ફાયદો થાય તે રીતે આ કલીનીકનો ઉપયોગ કરવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા અપિલ કરવામાં આવી છે.