ખંભાળિયા દ્વારા ગુજરાત ઈ-મીડિયા વેબ પોર્ટલની સી.આર. પાટિલ દ્વારા શરૂઆત કરાઈ

અનેક આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં પોર્ટલનું નામ bjpgujaratnews.com રખાયું

જામ ખંભાળિયા : ગુજરાત ભાજપના રાજ્યના ગાંધીનગર સ્થિત રાજ્ય કાર્યાલય “કમલમ” ખાતે ભાજપના રાજ્યના મીડિયા સેલના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે બીજેપી મીડિયા પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી.

હાલ ઇન્ટરનેટના યુગમાં ઈ- પોર્ટલ સાથે લોકો સમાચાર વાંચતા હોય છે. ત્યારે વેબપોર્ટલથી સરળતાથી મોબાઈલના માધ્યમ વડે ઝડપી માહિતી મળે તે હેતુથી ભાજપ દ્વારા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપને લગતા સમાચાર , સરકાર કે સંગઠનના કોઈ કાર્યક્રમ કે માહિતી વિડિયો તથા લેખિત ફોર્મેટમાં આ પોર્ટલમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત કોઈપણ કાર્યક્રમ લાઈવ પણ અહીં મુકવામાં આવશે. આ પોર્ટલનું નામ bjpgujaratnews.com રખાયું છે. જે ગૂગલમાં પણ ઉપલબ્ધ થશે. રાજ્ય કે રાષ્ટ્રીય લેખ, વિડિયો લેખ વિગેરે સરળતાથી અહીં મળશે.

ગઈકાલે મંગળવારે ગાંધીનગરથી શરૂ કરવામાં આવેલ આ વેબ પોર્ટલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, ડો. યજ્ઞેશ દવે, યમન વ્યાસ ધનસુખભાઈ ભંડેરી, રમણભાઈ વોરા ડો. ઋત્વિજ પટેલ, સુરેશભાઈ માંગુકિયા, સુરેશભાઈ પરમાર, વિગેરે જોડાયા હતા.