ભાણવડમાં પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

પોલીસે કુલ રૂ. 4,550નો મુદ્દામાલ કબજે કર્યો

જામ ખંભાળિયા : ભાણવડના વિજયપુર ખારી વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અકબર યુનુસ સમા, આસિફ જુસબ સમા, આરીફ ગુલમામદ સમા, રહીમ ઈકબાલ સમા અને માંડણ અરજણ સગર નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 4,550નો મુદ્દામાલ કબજે કર્યો હતો.