દ્વારકાના ટોબર ગામે બુધવારે અશ્વરેસ અને બળદ ગાડા રેસ યોજાશે

દ્વારકા : દ્વારકા જિલ્લાના ટોબર ગામે આગામી તા.31ને બુધવારના રોજ બપોરે 3 થી 5 કલાકે ટોબરવાળા વાછરાડાડાના મંદિરની બાજુમાં,ટોબર ખાતે અશ્વરેસ અને બળદ ગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેસમાં પ્રથમ 3 વિજેતાને રોકડ રકમ અને ટ્રોફિ આપવામાં આવશે.

ઓખામંડળ તથા બારાડી તેમજ બરડા વિસ્તારના તમામ રેસમાં ભાગ લેવા ઈચ્છતા ભાઈઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.રેસમાં ભાગ લેવા વનરાજભા માણેક મો.63553 84832,હરેશભા માણેક મો.7248002041 પર સંપર્ક કરવો.