હાથલા ગામે શનિ જયંતી નિમિતે કપડાં અને બુટ-ચંપલના દાનનું મહત્વ

બુટ-ચંપલ અને કપડાના જથ્‍થાનું રી-સાયકલીન કરવા વેપારીઓ અને સેવાભાવી સંસ્‍થાઓએ ભાણવડ કચેરીએ સંમતિપત્ર રજૂ કરવા

જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના હાથલા ગામે વિશ્વ વિખ્યાત શનિ મંદિર આવેલ છે. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિ જયંતિની ઉજવણી થશે. આ દિવસે મોટી સંખ્‍યામાં ભક્તો દર્શને આવતા હોય છે. તેઓ શ્રધ્‍ધાથી પોતાના કપડા અને બુટ ચંપલ મુકી જાય છે. આ કપડા અને બુટ ચંપલ મોટા પ્રમાણમાં જથ્‍થો એકત્રીત થાય છે. આ જથ્થાને રી-સાયકલ કરતા વેપારી ભાઇઓ અથવા સેવાભાવી સંસ્થાઓ કે જે જથ્‍થો ઉપાડવા રસ ધરાવતા હોય તેઓએ તા. 27 મે સુધીમાં કચેરીના સમય દરમ્‍યાન ભાણવડની મામલતદાર કચેરી ખાતે પોતાના સંમતિપત્ર રજુ કરવા ભાણવડના મામલતદારની યાદીમાં જણાવાયું છે.