કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસ ઉભી ન રહેતા હોબાળો

દ્વારકા :કોટડા બાવિશી -ઓખા રૂટની બસ ઉભી ન રહેતા દ્વારકા અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓને હેરાન-ગતિનો સામનો કરવો પડે છે.સ્ટોપ હોવા છતાં ડ્રાઈવર બસ ઉભી રાખતા નથી. તેમજ ડ્રાઈવર કંડકટર પોલીસ બોલાવવી કેશ કરવાની ધમકી આપે છે.

વધુમાં,એસ.ટી.વિભાગ દ્વારકાની મોટી બસ ન હોવાથી મીની બસ હોવાનું અને ટ્રાફિક વધુ હોવાનું બહાનું કાઢવામાં આવે છે.લોકો દ્વારા એવું જાણવામાં આવે છે કે મોટા ભાગે મીની બસ જ મૂકતા હોય છે.

નદાંણા તથા આજુબાજુના ગામડાના 30 થી 40 વિદ્યાર્થીઓ ઍ પાસ કઢાવેલા છે.એસ.ટી. મેનેજરના કહેવા છતાં પણ ડ્રાઈવર અને કડકટર બસ ઉભી રાખતા નથી અને કચડી નાખવાની ધમકી આપે છે.તેથી આવી દાદાગીરીથી સામે વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરશે અને બસ પર પથ્થરમારો કરે અને કોઈ જાનહાની થાય તો તેની જવાબદારી તંત્રની રહેશે.અગાઉ પણ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા.આવતીકાલે ફરી એકવાર વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારકા ડેપો મેનેજરને આ અંગે રજુઆત કરશે.