ગુજરાત ભાજપના મીડિયા વિભાગની રાજ્યકક્ષાની ઉત્કૃષ્ટ કામગીરી : ગમે તે સમયે માહિતી ઉપલબ્ધ

શહેર, તાલુકા મંડલથી પ્રદેશકક્ષા સુધી વ્યાપક માહિતીનું સંકલન

જામ ખંભાળિયા : ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપની મીડિયા વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે આગામી સમયમાં પણ હાઇટેક આયોજન કરાયું છે.

તા. 31-01-2021 થી અત્યાર સુધીમાં કુલ 41,395 ન્યૂઝ પેપર પેપર કટિંગ, 750 પ્રેસનોટ, 980 ફોટો ટેગ લાઈન પ્રેસનોટ, ઝોન વાઈઝ પ્રદેશની મંડળ સુધી 2051 હોદ્દેદારોની ટીમે 4951 ડિબેટમાં અત્યાર સુધીમાં 78 વક્તાઓએ પર્ફોર્મન્સ કર્યું હતું.

કેવડિયા ખાતે તાજેતરમાં પ્રદેશની પ્રથમ પેપરલેસ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે સાડા ત્રણ માસ સુધી સેવાયજ્ઞ, જન આશીર્વાદ યાત્રા, સેવા સમર્પણ અભિયાન, સ્નેહ મિલન તથા દિવ્ય કાશી ભવ્ય કાશીના કવરેજ લેવાયા હતા.

કમલમ ખાતે ખાસ હાઇટેક વોરરૂમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તમામ પ્રેસનોટ અને માહિતી ગમે ત્યારે મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડિબેટમાં જતા કાર્યકરોને ચાલુ ડિબેટ દરમિયાન વોટ્સએપ પર વિગતો મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની હાઇટેક વ્યવસ્થા ધરાવતો ભાજપ પ્રથમ પક્ષ છે.

રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવે, મુખ્ય પ્રવકતા યમલભાઈ વ્યાસ, સહ કન્વીનર ઝૂબિનભાઈ આસરા, સહ પ્રવક્તા ડો.ભરત ડાંગર, કિશોર મકવાણા, ડો. ઋત્વિજ પટેલ વગેરે દ્વારા આ આયોજન પાર્ટીના હોદેદારો કાર્યકરો માટે આવકારદાયક બની રહ્યું છે.