દ્વારકાના દરિયામાં ડોલ્ફિન માછલીની ઉછળકૂદ સાથે રોમાંચક રેસ

ડોલ્ફિન માછલીની રેસનો વિડિયો માછીમારોના ગ્રુપમાં વાયરલ

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દ્વારકા અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ડોલ્ફિન પ્રજાતિની માછલીઓ માટે સ્વર્ગ સમાન છે અને ખાસ કરીને ફેબ્રુઆરી – માર્ચ દરમિયાન અરબીસમુદ્રમાં ડોલ્ફિનની વિશેષ હાજરી જોવા મળે છે ત્યારે દ્વારકા નજીક દરિયામાં ડોલ્ફિનના વિશાળ સમૂહે જાણે રેસ લગાવી હોય તેવા ઉછળકૂદ સાથેનો વિડીયો માછીમારોના ગ્રુપમાં વાયરલ થયો છે.

અરબી સમુદ્રમાં શિયાળાની વિદાયના દિવસોમાં ડોલ્ફિનની વિશેષ હાજરી જોવા મળતી હોય છે ત્યારે દ્વારકા – માધવપુર દરિયામાં ડોલ્ફિન માછલીઓના વિશાળ સમૂહે દરિયામાં મનમોહક નજારો સર્જી દીધો હતો. દ્વારકાના માછીમારોના ગ્રુપમાં હાલ ડોલ્ફીનનો ઉછળકૂદ કરતો અને રેસ લાગી હોય તેવો વિડીયો ખુબ જ વાયરલ થયો છે.