ઓખાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ઓખાના શામળાસર ગામેથી પોલીસે ડાઉભા કરસનભા કુરાણી માણેક નામના 23 વર્ષના યુવાનને રૂપિયા 3,200 ની કિંમતની 8 બોટલ વિદેશીદારૂ ઉપરાંત રૂપિયા ત્રણ હજારની કિંમતના એક નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા વીસ હજારની કિંમતના મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 26,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે ધર્મેશ ટપુભા વાઘેર નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.