ભાટીયામાં પીધેલી હાલતમાં બાઈક ચાલક ઝડપાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા વિશાલ વિનોદભાઈ નકુમ નામના 19 વર્ષના યુવાનને રાત્રિના અઢી વાગ્યે ભાટીયાની મેઈન બજાર વિસ્તારમાંથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 35 હજારની કિંમતના જી.જે.37 કે. 1581 નંબરના હોન્ડા મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.