દ્વારકા જિલ્લાના કલાકારોને સન્માન પત્ર એનાયત કરાયું

દ્વારકા : ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભાણવડના ગાયક & તબલા વાદક અને દ્વારકાના બાળ ચિત્રકાર પ્રાપ્તિ જગદીશભાઈ ટાકોદ્રાને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભાણવડના ગાયક & તબલા વાદક સ્મિત મેહુલભાઈ કોટેચા તથા દ્વારકાના બાળ ચિત્રકાર પ્રાપ્તિ જગદીશભાઈ ટાકોદ્રાને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ (B. Ed. In Music) સંસ્થાના અધ્યક્ષ કમલેશભાઈ આર.બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.તેમજ કલાકારોને ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ હતી.