દ્વારકાની ડીએનપી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : ડીએનપી અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય અને શિક્ષિકાઓ બાળકોમાં રહેલી શક્તિઓને ખીલવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ધોરણ 5ના કુલ ૯૬ બાળકોએ ભાગ લીધો હતો.

બાળકના રોજિંદા જીવનમાંથી બાળક વધારે સમય પોતાના ઘર બાદ શાળામાં પસાર કરતા હોય છે.દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે.જેને ડીએનપી અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય અને શિક્ષિકાઓ આવી શક્તિઓને ખીલવવા અને બહાર લાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રયત્નશીલ રહેતા હોય છે.એવી જ એક પ્રવૃત્તિ શાળાના ધોરણ પાંચના તમામ બાળકો અને જોડી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં કુલ ૯૬ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ સ્પર્ધામાં ભાગ લઇ ઉત્સાહભેર ચિત્રદોર્યા હતા.બાળકનો ઉત્સાહ અને થનગનાટ જોઈ શાળાના અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા હતા.આવી અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.હાલ તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે.જેમાં શાળાએ આવવાનો અભ્યાસ કરવાનો થનગનાટ બાળકોમાં ભારોભાર જોવા મળી રહ્યો છે.