બે વર્ષ બાદ દેવભૂમિ દ્વારકાના સલાયામાં આંગણવાડીમાં બાળકોની કિલકારી ગુંજી

સલાયા શહેર ભાજપ મહામંત્રીના હસ્તે આંગણવાડી કેન્દ્ર ખુલ્લું મુકાયું : બાળકોને નાસ્તાની કીટનું વિતરણ કરાઈ

(રિશી રૂપારેલીયા)દ્વારકા : દ્વારકા જિલ્લા ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બે વર્ષ બાદ આંગણવાડી કેન્દ્ર ખુલતાની સાથે જ નંદઘરમાં બાળકોની કિલકીલાટથી ગુંજી ઉઠ્યું હતું.ત્યારે આજે બે વર્ષ બાદ આંગણવાડી ખોલવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવાના વરદ હસ્તે રીબીન કાપીને આંગણવાડી કેન્દ્ર ખોલ્યું હતું.તથા તેમના દ્વારા બાળકોને નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીની ત્રીજી લહેર પણ અંત તરફ હોય ત્યારે છેલ્લા બે વષૅથી બંધ રહેલ આંગણવાડીને ફરીથી ખોલવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.તેથી દ્વારકા જિલ્લાના સલાયા ગામે સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા આંગણવાડી કેન્દ્રની રીબીન કાપવામાં આવી હતી.નાની બાળાઓના કંકુ પગલા સાથે ગુજરાત સરકારની કોવીડની ગાઈડલાઈન મુજબ કોરોના મહામારીને ધ્યાને લઇને આંગણવાડી ખુલ્લી મુકવામાં આવી હતી.સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા બાળકોને નાસ્તાની કીટ આપી બાળકોને પ્રોતસાહીત કરી અને સાથે સાથે ફરીથી એક વાર આંગણવાડીને શરૂ કરવાના સરકારના આ નિર્ણયનું સ્વાગત કરાયુ હતુ.આ તકે મહિલા નારી સુરક્ષાના આગેવાન બહેનો તેમજ સલાયાના સામાજિક કાર્યકર સહિતના આગેવાનો કૉયકરો ઉપસ્થિત રહી બાળકોનુ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.