ખંભાળિયામાં મોબાઈલ ફોન મારફતે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા નજીક ભાણવડના પાટીયા પાસે આવેલી હોટલની બાજુમાંથી સ્થાનિક પોલીસે મોબાઈલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરીને જુગાર રમી રહેલા ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના અશ્વિન સાજણ કરમુર (ઉ.વ. 30), માંઝા ગામના જેસા અરજણ કારીયા અને ભટ્ટગામના હમીર દાવા કારીયા નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 10,160 રોકડા તથા રૂ. પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 15,160 નો મુદામાલ કબજે કરી, જુગારધારા ની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.