ખંભાળિયામાં શ્રીનાથજીની હવેલી ખાતે બુધવારે પાટોત્સવનું ભવ્ય આયોજન

કુનવાળાના દર્શન તથા ગાયત્રી માતાના અન્નકૂટના દર્શન પણ યોજાશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં ન્યુ દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલી આશરે ચાર સદીથી વધુ પુરાણી એવી શ્રીનાથજીની હવેલી ખાતે આગામી બુધવાર તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ પાટોત્સવ પ્રસંગે વિવિધ ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

અહીંની પ્રાચીન અને પૌરાણિક શ્રીનાથજીની હવેલી ખાતે બુધવારે યોજવામાં આવેલા શ્રીનાથજીના પાટોત્સવના મહોત્સવ પ્રસંગે હવેલીમાં સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી કનવાળાના દર્શન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શ્રીનાથજી ભગવાનની ભજન સંધ્યા પણ સાંજે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાયેલ છે.

આ ઉપરાંત શ્રીનાથજીના પાટોત્સવ તહેવાર નિમિત્તે શ્રીનાથજી હવેલી પરિવાર દ્વારા સૌપ્રથમ વખત ખામનાથ મહાદેવ મંદિર પરિસરમાં બિરાજમાન વેદમાતા ગાયત્રી માતાજીના અન્નકોટ દર્શન પણ સુંદર આયોજન સાંજે 5 થી 9 દરમિયાન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને શ્રીનાથજી હવેલી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.