દ્વારકા જિલ્લામાં કોરોનાનો એક નવો દર્દી નોંધાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝીરો કોરોના પોઝિટિવ કેસ વચ્ચે આજરોજ મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા 664 ટેસ્ટમાં દ્વારકા તાલુકામાં એક કોરોના સંક્રમિત દર્દી સામે આવ્યો છે. જ્યારે જિલ્લાના એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો છે.