દ્વારકા બાદ ભાણવડ સરકારી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ

ફાયર સેફટીના સાધનોને અભાવે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી : સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોનું ચેકીંગ જરૂરી

(રિશી રૂપારેલીયા)દ્વારકા : યાત્રાધામ દ્વારકાની સરકારી હોસ્પિટલના બે ઓપરેશન થિયેટર સીલ કરાયા બાદ ફાયર વિભાગ દ્વારા ભાણવડની સરકારી હોસ્પિટલમા આવેલા ઓપરેશન થિયેટરને સીલ મારી દેવાતા ચકચાર જાગી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ફાયર અધિકારીની ટીમ દ્વારા ભાણવડ PHC સેન્ટરના ઓપરેશન થિયેટરમા ફાયર સેફટીના સાધનો ન હોવાથી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જો કે ફાયર ઓફિસર દ્વારા સરકારી હોસ્પિટલને જ નિશાન ઉપર લઈ ફાયર સેફ્ટીના અભાવ જોવામાં આવે છે ત્યારે હોટેલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ ઝુંબેશરૂપ કામગીરી શરૂ કરાય તો જ ફાયર સેફટીના નિયમોનો ખરો અમલ થઈ શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.