દ્વારકામાં 297માં વીરબાઈમાં આદર્શ લગ્ન સંપન્ન

માત્ર 1 રૂ.ટોકન લઈ લગ્નની નિઃશુલ્કપણે તમામ વ્યવસ્થા

દ્વારકા : રઘુવંશી સોશિયલ ગ્રુપ અને જલારામ મંદિર દ્વારકા દ્વારા ૨૯૭માં વીરબાઈમાં આદર્શ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થા માત્ર 1 રૂપિયો ટોકન ફી લે છે.અને તમામ ખર્ચ સંસ્થા ઉપાડે છે.

દ્વારકાની રઘુવંશી સોશિયલ ગ્રુપ અને જલારામ મંદિર દ્વારકા દ્વારા ૨૯૭માં માતૃશ્રી વીરબાઈમાં આદર્શ લગ્ન તા.૨૨ના રોજ સંપન્ન થયા હતા.જેમાં કન્યા નીખીતા બિપીનભાઈ દાવડા રહે.રાજકોટ અને વરરાજા પાર્થ જીતેન્દ્રભાઈ ગણાત્રા રહે.જામનગર બન્નેના લગ્ન દ્વારકા ખાતે થયા હતા.સંસ્થા દ્વારા માત્ર 1 રૂપિયો જ કોટન લેવામાં આવે.અને તમામ ખર્ચ જેવો કે વર અને વધુની રહેવાની વ્યવસ્થા,જમણવાર,કરિયાવર વગેરે ખર્ચ સંસ્થા ઉપાડે છે.આ લગ્નની યોજના માત્ર રઘુવંશી સમાજ માટે જ શરુ કરવામાં આવી છે.દીકરીને 17000 રૂ.નો કરિયાવર સંસ્થા દ્વારા આપવામાં આવે છે.એક દીકરીને પરણવાનો રૂ.25000 થી 30000 જેટલો ખર્ચ થાય છે.જે તમામ ખર્ચ સંસ્થા ઉપાડે છે.

રઘુવંશી સોશિયલ ગ્રુપ અને જલારામ મંદિર દ્વારકા દ્વારા યોજવામાં આવેલ લગ્નમાં જામ ખંભાળિયા નરેશભાઈ કરસનદાસ રાડીયા યજમાન તરીકે હાજર રહ્યા હતા.તેમજ નવપરણિત યુગલોને આશીર્વાદ આપ્યા હતા.રઘુવંશી સોશિયલ ગ્રુપ અને જલારામ મંદિર સમાજને ઉપયોગી બનવા માત્ર 1 રૂપિયામાં દીકરીઓના લગ્ન કરાવી સમાજને મદદરૂપ બને છે.