દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે પલ્સ પોલીયો ઈન્યુનાઈઝેશન કાર્યક્રમ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી રવિવાર તા. 27 મી ના રોજ પલ્સ પોલીસ રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે 93,517 બાળકોને પ્રથમ દિવસે 438 પોલીયોબુથ ઉપર તેમજ બીજા અને ત્રીજા દિવસે 853 ટીમો તથા 75 મોબાઈલ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને જિલ્લાના પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે.

આ કાર્યક્રમ અન્વયે જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, પેટા આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો ઉપર પણ પોલીસ રસીકરણ બુથનું આયોજન કરવામાં આવનાર છે તેમ જિલ્લા ઓરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.