ખેલમહાકુંભમાં ભાગ લેવા ઈચ્છતા રમતવીરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ વિભાગ તથા સ્પોર્ટસ વિભાગના મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ ખાતેથી ખેલમહાકુંભ રજીસ્ટ્રેશન ઓપનીંગ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરો પણ જોડાયા હતા.

ખેલમહાકુંભમાં ચાર વિભાગમાં વિવિધ 29 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અંન્ડર 11 માં એથ્લેટીક્સ રમત જ્યારે અંન્ડર 14, 17 અને 17 વર્ષથી વધુના ખેલાડીઓ માટે ઈન્ડોર, આઉટડોરની રમતોમાં ખેલાડીઓ ભાઈ લઈ શકશે. જેના માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે 50 લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના રમતવીરોને પણ ખેલમહાકુંભમાં http://khelmahakumbh.gujarat.gov.in લીંક પર રજીસ્ટ્રેશન કરાવી ભાગ લેવા માટે જણાવાયું છે.