(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : યુક્રેન ખાતે યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ યુક્રેન ખાતે રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દન ખાતે 24 કલાક કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
જે અન્વયે યુક્રેન ખાતે ફસાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો માટે જિલ્લા કંન્ટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર 02833-232125, 02833-232084, 02833-232183 તથા ટોલ ફ્રી નંબર 1077 અને મોબાઈલ નંબર 78599 23844 પર સંપર્ક કરવા તેમજ જિલ્લા કંટ્રોલરૂમના ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર ઈ-મેઈલ કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરીકોને દેવભૂમિ દ્વારકાના નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાનીની યાદીમાં જણાવાયું.