દ્વારકા જિલ્લામાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા-જામનગર હાઈ-વે પર દલવાડી હોટલ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 20 હજારની કિંમતના હોન્ડા મોટરસાયકલ નંબર જી.જે. 37 સી. 1919 પર નીકળેલા લાલપુર તાલુકાના જોગવડ ગામના રહીશ માયા ગોવિંદ પરમાર (ઉ.વ. 35) નામના યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જકાત નાકા પાસેથી પીધેલી હાલતમાં રૂપિયા 25 હજારની કિંમતના મોટરસાયકલ નંબર જી.જે. 37 સી.4744 પર નીકળેલો જીન વિસ્તારમાં રહેતો શખ્સ નિઝામુદ્દીન વલીમામદ પઠાણ (ઉ.વ. 38) ઝડપાઈ ગયો હતો.

દ્વારકાના કીર્તિસ્તંભ પાસેથી રાત્રિના સમયે પીધેલી હાલતમાં રૂપિયા 30 હજારની કિંમતના ફોર વ્હીલર વાહનમાં નીકળેલા જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા ઈન્દ્રજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના 42 વર્ષના યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે મીઠાપુર નજીકની ભીમરાણા ચેકપોસ્ટ પાસેથી પોલીસે રૂપિયા 10 હજારની કિંમતના જી.જે. 10 બી.કે. 4281 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળેલા ભીમરાણાના રહીશ સતીશ ગોવિંદરામ હરિયાણી (ઉ.વ. 45) ને પોલીસે ઝડપી લઈ, એમ.વી. એક્ટની કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.