ખંભાળિયામાં ઉર્ષ મુબારક નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં હઝરત પઠ્ઠાપીર બાબા તથા હઝરત સીદીપીર બાબાના ઉર્ષ મુબારક પ્રસંગે અહીંની હજામ પાડા સ્થિત હુસેની યંગ કમિટી દ્વારા આજરોજ શનિવારે રાત્રે 9 વાગ્યે મજલીસ શરીફ તથા આવતીકાલે રવિવારે સાંજે ચાર વાગ્યે સંદલ શરીફ અને સાંજે 7:30 વાગ્યે આમ ન્યાઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.