ખંભાળિયામાં ટ્રાફિક પોલીસની પ્રમાણિકતા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક ફરજ પર રહેલા એ.એસ.આઈ. વિજયદાન લાંગા તથા ટી.આર.બી.ના જવાન ધાર્મિકભાઈ સાવલીયાને આજરોજ બપોરે તેમની કામગીરી દરમિયાન પોરબંદર રોડ તરફથી નગર ગેઈટ વિસ્તાર તરફ જતા માર્ગ પર પ્લાસ્ટિકની કોથળી મળી હતી. જેમાં કેટલો સામાન તથા રોકડ રકમ તેઓને મળી આવતા આ અંગેની તપાસમાં કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના રહીશ ભીખાભાઈ જીવાભાઈ બેલા પસાર થતાં આ સ્થળે તેમના પેન્ટના ખિસ્સામાંથી પડી ગયેલી ઉપરોક્ત કોથળી તેમની માલિકીની હોવા અંગેની ખરાઇ કરી, ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા ટ્રાફિકના જવાનોએ તેમને મળેલી નોંધપાત્ર રોકડ રકમ તથા જરૂરી કાગળો સાથેની ઠેલી ભીખાભાઈ બેલાને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.