યુક્રેન ખારાકી પ્રાંતમાં 3000 ભારતીય વિદ્યાર્થી હજુ પણ ફસાયેલા

દેવભૂમિ જિલ્લાના ગોરાણા ગામના યુવાને મનાઈ છતાં પરિસ્થિતિ વર્ણવતો વિડીયો મોકલ્યો

(રિશી રૂપારેલીયા)દ્વારકા : યુક્રેનના ખારાકી પ્રાંતમાં રશિયાએ કરેલા હુમલાને કારણે અંદાજે 3000 ભારતીય યુવાનો ફસાયેલા છે ત્યારે દેવભૂમિ જિલ્લાના ગોરાણા ગામના યુવાને વિડીયો લેવાની મનાઈ હોવા છતાં વિડીયો ઉતારી ત્યાંના હાલત અંગે ચિતાર રજુ કરી સત્વરે મદદ માટે ભારત સરકારને અપીલ કરી છે.

તબીબી અભ્યાસ માટે યુક્રેનના ખારાકી પ્રાંતમાં ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત હાલ ખૂબ જ દયનિય છે. રશિયાએ કરેલા હુમલાને પગલે ખારાકી મેટ્રો સેન્ટર અને બૉમ્બ સેલટરમાં હાલમાં ભારતના અંદાજે 3000 વિદ્યાર્થીઓ આશ્રય લઇ રહ્યા હોવાનું દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ તાલુકાના ગોરાણા ગામના તબીબી વિદ્યાર્થી ભરત ગોરણિયાએ જણાવ્યું છે.

વધુમાં તબીબી વિદ્યાર્થી ભરત ગોરણિયાએ મનાઈ હોવા છતાં વિડીયો ઉતારી ખારાકી મેટ્રો સ્ટેશનના આશ્રય સ્થાન ઉપરથી વિડીયો મોકલી ભારત સરકારને તાત્કાલિક મદદ માટે અપીલ કરી છે.