ધ્રાસણવેલ ગામે નવા પંચાયત ભવનનું ખાતમુર્હૂત

(રિશી રિપરેલીયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે નરેગા યોજના હેઠળ બનનાર નવા પંચાયત ભવનનું જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. જાડેજાના હસ્તે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે નરેગા યોજના હેઠળ 14 લાખના ખર્ચે બનનાર નવા પંચાયત ભવનનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. આ તકે ગામ પંચાયત અને તાલુકા પંચાયતના અગ્રણીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.