દ્વારકામાં ભડકેશ્વર મંદિરે રિદ્ધિ-સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા ભાવિકો માટે સેવાકાર્ય

પૂર્વ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે મુલાકાત લઇ સેવા કાર્યની પ્રસંશા કરી

(રીશી રૂપારેલિયા દ્વારા)
દ્વારકા : આજે પવિત્ર મહાશિવરાત્રિના દિવસે ભડકેશ્વર મહાદેવ મંદિર ખાતે રિદ્ધિ-સિદ્ધિ યુવા ગ્રુપના સેવાના પંડાલની મુલાકાત પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા લેવામાં આવી હતી અને વર્ષોથી ચાલતી આ સેવા કાર્યોની પ્રસંશા પણ કરી હતી.

દ્વારકામાં રિદ્ધિ-સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા વર્ષોથી ગણેશ ઉત્સવ, નવરાત્રિ, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી સહિત તમામ તહેવારોની ઉજવણી અને રક્તદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે આજે આખો દિવસ પ્રખ્યાત ભડકેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો માટે નિ:શુલ્ક કોલ્ડડ્રિન્કસની સેવા માટે કેમ્પનું આયોજન પણ કરાયું છે ત્યારે આ સેવાકાર્યને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તથા પાલિકા પ્રમુખ જયોતિબેન સામાણીએ બિરદાવી કેમ્પની મુલાકાત લઈ યુવા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.