રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આઠ જોડી ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી આઠ જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લાગવવામાં આવશે.

આ ટ્રેનોની વિગતો મુજબ ટ્રેન નંબર 19218/19217 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 3 માર્ચથી 17 માર્ચ સુધી અને બાંદ્રાથી 2 થી 16 માર્ચ સુધી વધારાનો એક સેકંડ સ્લીપર કોચ લગાવવામા આવશે.

ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસમાં ઓખાથી તા. 3 થી તા. 31 માર્ચ સુધી અને વારાણસીથી તા. 5 થી તા. 2 એપ્રિલ સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ઓખાથી તા. 7 થી તા. 28 માર્ચ સુધી અને જયપુરથી તા. 8 થી તા. 29 માર્ચ સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 22937/22938 રાજકોટ-રીવા એક્સપ્રેસ માં રાજકોટથી તા. 6 થી તા 27 માર્ચ સુધી અને રીવાથી તા. 7 થી તા. 28 માર્ચ સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસમાં રાજકોટથી તા. 3 થી તા. 31 માર્ચ સુધી અને દિલ્હી સરાય રોહિલ્લાથી તા. 4 થી તા. 1 એપ્રિલ સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 22905/22906 ઓખા-શાલીમાર એક્સપ્રેસમાં ઓખાથી તા. 6 થી તા. 27 માર્ચ સુધી અને શાલીમારથી તા. 8 થી તા. 29 માર્ચ સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસમાં પોરબંદરથી તા. 4 થી 31 માર્ચ સુધી (11.03.2022 સિવાય) અને મુઝફ્ફરપુરથી 7 માર્ચ થી તા. 4 એપ્રિલ સુધી (13 માર્ચ સિવાય) એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 20937/20938 પોરબંદર–દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસમાં પોરબંદરથી તા. 1 માર્ચ થી તા. 29 માર્ચ સુધી અને દિલ્હી સરાઈ રોહિલાથી તા. 3 માર્ચથી તા. 31 માર્ચ સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાવવામાં આવશે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.