દ્વારકાના 7 બાળકો રાજ્યકક્ષાએ એથલેટીક્સમા નડીયાદ રમવા જશે

દ્વારકા : આઝાદીના અમૃત મહોત્સવ અંર્તગત ચિલ્ડ્રન યુનિવર્સિટી,સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથલેટીક્સ યુનિવર્સિટી,દ્વારા આયોજિત એથલેટીક્સમાં દ્વારકાના 7 બાળકો ભાગ લેશે.આ 7 બાળકો ભડકેશ્વર યોગ ગૃપનાના બાળકો છે.

“આઝાદીના અમૃત મહોત્સવ” નિમેતે તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી,સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથલેટીક્સ યુનિવર્સિટી,દ્વારા અંડર 11 રાજ્યકક્ષાની એથલેટીક્સ મીટ તા.6 થી 9ના નડીયાદમાં યોજાશે.જેમાં દ્વારકામાંથી ભડકેશ્વર યોગ ગૃપના સાત બાળકો ભાગ લેવા જઈ રહ્યા છે.તેમા અંડર 9મા કશ્યપ હરેશભાઈ કણઝારીયા 60 મીટર દોડ,ચંદ્રભાન (ચિરાગ)હિંમતસીંગ, સ્ટેન્ડીગ બ્રોડ જમ્પ,દેવેશ ઠાકર 100મીટર દોડ,અંડર 11મા શિવમ પંડ્યા 60 મીટર દોડ,વિવેક કણઝિરીયા સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ,નિર્ભય રાવલ,સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ,જશ રસિકભાઈ ખાખરીયા સ્ટેન્ડિંગ બ્રોડજમ્પમા ભાગ લઇ દ્વારકાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવવા જશે.આ બાળકોને ચોમેરથી શુભેચ્છા તેમજ પ્રસંશા મળી રહી છે.