દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા મહિલા મોરચાનું સંમેલન યોજાયું

મોટી સંખ્યામાં આગેવાનો- બહેનો જોડાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચા દ્વારા તાજેતરમાં મહિલા સંમેલનનો કાર્યક્રમ દ્વારકામાં આવેલા હિરબાઈ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા વિસ્તારના પુર્વ ધારાસભ્ય પબુભા માણેકના સહયોગથી અને જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો. દિપીકાબેન સરડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દ્વારકાના જગત મંદિરમાં ધજાજીની પૂજા કરી, ગોમતીજી તથા નાગેશ્વર મહાદેવની પૂજા કર્યા બાદ સંમેલનમાં નાની બાળાઓએ કુમ કુમ તિલક કરી હર્ષભેર ફૂલોથી સ્વાગત કર્યુ હતું

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ ડો. દિપિકાબેન સરડવાએ સંબોધનમાં મહિલાના ઉત્થાન માટે અને મહિલાઓ ને મળતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી, દિકરીઓની ચિંતાઓ કરી તેમના લગ્ન કરાવી દેવા કરતાં તેમને ભણાવી ગણાવી પગભર કરવા જેવા અનેક સલાહ-સુચનો આપ્યા હતા.

ત્યાર બાદ ઓખા મંડળના મીઠાપુરની મુલાકાત લઈ, ભરતકામના ચાલતા ગૃહઉદ્યોગ કે જેમાં હજારો બહેનોને કામ મળે છે, ત્યાં બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. આ મહિલા સંમેલનમાં ગુજરાત મહિલા મોરચા ઉપ પ્રમુખ અર્ચનાબેન ઠાકર, જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ, જિલ્લા મહિલા મોરચાના પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, જિલ્લા સંગઠન ઉપ્રમુખ નયનાબા, પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મનીષાબેન ત્રિવેદી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ, ઓખા નગરપાલિકા પ્રમુખએ ખાસ હાજરી આપી હતી.

જિલ્લા મોરચાની ટીમ, મહિલા મોરચાની દરેક મંડલની ટીમે સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતા. તેમ પ્રમુખ કુંદનબેન આરંભડિયા તથા મહામંત્રી ગીતાબેન માંગલીયા, દક્ષાબેન રાઠોડની યાદીમાં જણાવાયું છે.