ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ માટે વિનામૂલ્યે કેમ્પ યોજાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વડત્રા પી.એચ.સી.ના સબસેન્ટર ભરાણા ખાતે કજુરડા, વાડીનાર, ટીંબડી, મોટા માંઢા, સોઢા તરઘડી, કાઠી દેવળીયા ગામના સગર્ભામાતા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાની ક્રિશા હોસ્પિટલના ગાયનેક તબીબ ડો. ભરત ગઢવી દ્વારા સેવા આપવામાં આવી હતી.

આ કેમ્પમાં તમામ સગર્ભા મહિલાઓના વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર, લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. આ સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં તમામ મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી, પ્રસૂતિ બાદ બીજું બાળક ન થાય એ માટે ઉપલબ્ધ ફેમીલી પ્લાનિંગની સેવાઓ વિશે સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કેમ્પનું આયોજન આશા વર્કર, ફેસિલેટર બહેનો, આરોગ્ય કર્મચારીઓ તેમજ તેમની ટિમ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 70 થી વધુ મહિલાઓએ લાભ લોધો હતો.