ખંભાળિયા શહેર ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદેદારોની વરણી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના શહેર ભાજપ દ્વારા સંગઠનના નેતાઓ- આગેવાનો સાથેની ચર્ચા વિચારણા બાદ બક્ષીપંચ મોરચાના હોદેદારો તથા કારોબારી સભ્યો તેમજ શહેર મહિલા મોરચાના નવા હોદેદારોની વરણી જાહેર કરવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા બક્ષીપંચ મોરચાના નવા પ્રમુખ તરીકે સેવાભાવી કાર્યકર નિરવભાઈ કવૈયા, ઉપપ્રમુખ તરીકે આશિષગીરી ગોસાઈ અને વિષ્ણુભાઈ ગાગીયા મહામંત્રી તરીકે મિલનભાઈ વારીયા, તેમજ મંત્રી અને કારોબારી સભ્યો વિગેરે સાથે ખંભાળિયા શહેર મોરચાના પ્રમુખ તરીકે મિતાબેન લાલની નિમણૂક કરવામાં આવી છે.

આ વરણીને ખંભાળિયા સહિત જિલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરોએ આવકારી અને શુભકામનાઓ પાઠવી છે.