રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં જામખંભાળીયાની વિદ્યાર્થીની ઝળકી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાનું ગૌરવ એવી ઈશા પ્રણવકુમાર શુક્લએ કલા ઉત્સવના સમાપન સમારોહમાં વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત પોતાનું સંસ્કૂતમાં વક્તવ્ય આપી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ – રાજ્યકક્ષાના વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન ગત તા. 2/3/થી 4/3 સુધી ગાંધીનગર – GCERT માં કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં ગુજરાત પરીક્ષા બોર્ડના ચેરમેન જલુભાઈની ઉપસ્થિતમાં દ્વારકા જીલ્લાનાં મુખ્ય મથક ખંભાળિયાની ઈશા શુક્લ એ સંસ્કૃતમાં પોતાનું ટુંકમાં વક્તવ્ય આપ્યું હતું.

જે બાળકોએ જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે બાળકોને રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પોતાનું વક્તવ્ય આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળીયાની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની કે. આર. ગોકાણી ગલ્સૅ હાયર સેકન્ડરી શાળાની ધોરણ 11ની વિદ્યાર્થીની ઈશા પ્રણવકુમાર શુક્લને પોતાનું વકતૃત્વ પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો.

બાળકોના વક્તૃત્વનું બાયસેગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તે શૈક્ષણિક ચેનલોમા પ્રસારિત કરવામાં આવશે. GCERT દ્વારા બાળકોને ત્રીજા દિવસે સાયન્સ સિટીની મુલાકાત પણ લેવડાવી હતી. અને દરેક બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.