ખંભાળિયામાં પ્રદેશ ભાજપ મહામંત્રીના જન્મદિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા સેવાકાર્યો કરાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોન ભાજપનાના ઇન્ચાર્જ તથા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિતે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ખંભાળિયાના હાપીવાડી વિસ્તાર તેમજ દ્વારકા હાઈ-વે વિસ્તારના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ દ્વારા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા યુવા ઉપપ્રમુખ હાર્દિકભાઈ દતાણી, ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, તાલુકા યુવા ભાજપ પ્રમુખ પરેશભાઈ લગારીયા, તાલુકા મહામંત્રી સાગરભાઈ સોનગરા, શહેર ભાજપ આગેવાન અશોકભાઈ કાનાણી, જિલ્લા આઈટી સેલના કન્વીરનર હાર્દિકભાઈ મોટાણી, શહેર ભાજપ મંત્રી નિકુંજ વ્યાસ, શકિતભાઈ ગઢવી, કિશનભાઈ ગોહેલ, ભાવીનભાઈ છનુરા, મિલન વારીયા, જગદીશસિંહ પરમાર સહિતના આગેવાનો, કાર્યકરો સાથે જોડાયા હતા.