દ્વારકાના પૂર્વ ધારાસભ્યનો સાયકલિંગ કરતો વિડિઓ વાયરલ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો સાયકલિંગ કરતો જીવન ચલને કા નામ ગીત સાથેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પૂર્વ ધારાસભ્ય હળવાશની પળો માણી રહ્યા છે.

દ્વારકા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો સાયકલિંગ કરતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પબુભા માણેક પરિવારના નાના બાળકો સાથે સાયકલિંગની મજા લેતા જોવા મળે છે. આમ, જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામના સોંગ સાથે આ વિડિયો વાયરલ થતા વિડિઓએ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી છે.