દ્વારકામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપતી મહિલાઓનું સન્માન કરાયું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આજની મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે આગળ વધતી મહિલાઓને આગળ જતાં પણ સારું પ્લેટફોર્મ મળે અને સમાજ ઉપયોગી કાર્ય કરી શકે તેવી શુભેચ્છાઓ સાથે દ્વારકામાં મહિલાઓના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આજે વિશ્વ મહિલા દિવસ છે. પવિત્ર તીર્થનગરી દ્વારકા અને તાલુકામાં આગળ ધપતી મહિલાઓ ઘણી છે ત્યારે દ્વારકાની શિશુમંદિર સંસ્થા અને ઓખાની નારાયણી ટ્રસ્ટ દ્વારા આજે મહિલાઓના વિશેષ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દ્વારકાના ઓખા પાલિકાની મહિલા પ્રમુખો અને દ્વારકા તાલુકા પંચાયતમાં પણ મહિલા પ્રમુખ હોય, આ પંથકની વિશેષ મહિલાઓએ કાર્યકમમાં હાજરી આપી પોતાના મંતવ્યો જણાવ્યા અને હાજર રહેલ તમામ વિશેષ મહિલાઓને પુષ્પ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિશેષ ચર્ચાઓ બાદ આભારદર્શન સાથે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માત્ર મહિલાઓને જ જોડવામાં આવી હતી અને આભારવિધિ શિશુ મંદિરનાં નયનાબા રાણા એ કરી હતી.