જામનગર જિલ્લાનું ત્રિદિવસીય શૈક્ષણિક અને વહીવટી અધિવેશન ગુરુવારથી સિદસરના ઉમિયાધામ ખાતે યોજાશે

જામનગર શહેર-ગ્રામ્ય આચાર્ય સંઘ, વહીવટી સંઘ, શિક્ષણ કચેરીના ઉપક્રમે આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જામનગર જિલ્લાના જામજોધપુર પાસે આવેલા સિદસર સ્થિત ઉમિયાધામ ખાતે આગામી ગુરૂવાર તારીખ 10 થી 12 માર્ચ સુધી બે તબક્કામાં જામનગર શહેર અને ગ્રામ્ય આચાર્ય સંઘ તથા વહીવટી સંઘ અને જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક તથા વહીવટી અધિવેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સ્વામી ધર્મબંધુજી ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.આર. સરડવા તથા પૂર્વ રાજ્યમંત્રી ચિમનભાઇ સાપરીયા પણ સાથે જોડાશે. અતિથિ વિશેષ તરીકે વિવિધ સંઘના હોદ્દેદારો જે.પી. પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, મહેશભાઈ મુંગરા, હરદેવસિંહ જાડેજા, ભાનુભાઈ પટેલ, ભરતભાઈ ચૌધરી, પ્રશાંતભાઈ અર્ધ્વર્યું, કિશોરભાઈ ડાંગર, રામજીભાઈ હેરમા, અનિલભાઈ રાખસિયા, રાજુભાઈ કાબરીયા, મહેશભાઈ મુંગરા વિગેરે ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમમાં તારીખ 10 તથા 11 માર્ચના રોજ શૈક્ષણિક અધિવેશન સાથે તા. 11 અને 12 માર્ચના રોજ વહીવટી અધિવેશન થશે. જેમાં આચાર્યો તથા વહીવટી કર્મચારીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા શિક્ષણાધિકારી બી.એલ. કૈલા, જામનગર શહેર આચાર્ય સંઘના પ્રમુખ ડો. સતીશ કરછલા, ગ્રામ્યના કા. પ્રમુખ એમ.ડી. મકવાણા તથા અધિવેશનના કન્વીનર કેતનભાઈ વાછાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.